Site icon ચક્રવાતNews

મોરબી : ઉમા ટાઉનશિપમાં મહિલા સંચાલિત જુગાર ક્લબ ઝડપાઇ ?

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપ માંથી મહિલા સંચાલિત જુગાર ક્લબ પકડી પાડવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત સાત પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપ માં મંગલજ્યોત એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર ડી-૧૦૩માં મીનાબેન હરેશભાઇ સેરશીયા નામના મહિલા નાલ ઉઘરાવી જુગારની ક્લબ ચલાવતા હોવાની બાતમી મળી હોઈ. ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી. ત્યારે એપાર્ટમેન્ટ માંથી જુગાર રમતા આરોપી
(૧) મીનાબેન હરેશભાઇ સેરશીયા
(૨)જશીબેન દશરથભાઇ પટેલ
(૩)દિપ્તીબેન ભાવેશભાઇ બાલધા
(૪)હિરલબેન યોગેશભાઇ ટીટોડીયા
(૫)મનીષાબેન હરેશભાઇ ખાચર
(૬)રવિભાઇ પુનીતભાઇ સેરશીયા
(૭)મનિષભાઇ ઉર્ફે લાલો અજીતભાઇ સારદીયા
જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ તેમની પાસેથી રોકડ રકમ ૨૫,૧૦૦/- કબ્જે કરવામાં આવ્યા છે. ત્યારે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Exit mobile version