Site icon ચક્રવાતNews

ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ માં સુધારો કરાયો રાત-દિવસ લહેરાવી શકાશે રાષ્ટ્ર ધ્વજ

ભારતીય રાષ્ટ્રધ્વજનો ઉપયોગ/પ્રદર્શન તેમજ રાષ્ટ્રધ્વજને ફરકાવવું એ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદો, ૧૯૭૧ અને ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ દ્વારા નિયમન થાય છે. જેની માહિતી ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.mha.gov.in પર આપેલ છે. સક્ષમ સત્તાધિકારીની મંજૂરીથી, ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ ના ભાગ-૨ ના ફકરા ૨.૨ના કલમ (xi) માં સુધારો કરવામાં આવ્યો છે.

જે સુધારા મુજબ જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે અથવા જાહેર સભ્ય/વ્યક્તિના ઘર પર પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે તેમજ દિવસ તથા રાત દરમિયાન પણ ફરકાવી શકાશે તેવું નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર દ્વારા જણાવાયું છે.

Exit mobile version