Site icon ચક્રવાતNews

આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – 2023 અનુસંધાને મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકાકક્ષાનો મિલેટ મેળો યોજાયો

મોરબી: આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં એક સકારાત્મક પરિવર્તન આવે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયા ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા મિલેટનું વધુ વાવેતર થાય તેમજ પ્રાકૃતિક કૃષિમાં પોતે કરેલા જાત અનુભવોથી થયેલ ફાયદાઓ ખેડૂતોને જણાવી માહિતગાર કર્યા હતા. તેમજ વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીનો આશય મિલેટનો ઉપયોગ જન જન સુધી પહોંચે તે માટે ખેડૂતોને આહવાન કર્યુ હતુ.

આ કર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ વિશેની વિસ્તૃત જાણકારી આપી, તેના ફાયદાઓ અને આધુનિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે ખેડૂતોને જાણકારી પૂરી પાડી હતી. તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા કાર્યક્રમમાં આવેલ મહાનુભાવો, ખેડૂત ભાઈ-બહેનો, વગેરે માટે મિલેટ પાકો આધારિત પારંપારિક વાનગીઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ, આઈ.સી.ડી.એસ., પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, ઇફકો, જી.એ.ટી.એલ. તથા જી.એન.એફ.સી. કંપનીના સ્ટોલની ગોઠવણી કરેલ હતી. જેથી ખેડૂતોને સરકારની લાભકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટો વિશે માહિતી મળી રહે.

આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઇ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સદસ્યઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણ, રાજુભાઈ પરમાર, ડો. એલ. એલ. જીવાણી, ડી.એ. સરડવા, હેતલબેન મણવર, વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક, એ.એલ. કોરડીયા. મદદનીશ ખેતી નિયામક, પીઠાભાઇ ડાંગર, તાલુકા વિકાસ અધિકારી, અતુલભાઈ ચાવડા વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક અને બહોળી માત્રામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version