શ્રી જલારામ મંદિર મહિલા મંડળ મોરબી દ્વારા ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે
Morbi chakravatnews
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૮-૧૦ થી બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટના ના દિવંગતો સહિત સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આગામી તા.૮-૧૦-૨૦૨૩ રવિવાર ભાદરવા વદ નોમ થી તા.૧૪-૧૦-૨૦૨૩ શનિવાર ભાદરવા વદ અમાસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવા મા આવેલ છે જેમા વ્યાસાસને બાળવિદુષી પ.પૂ. રત્નેશ્વરી દેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પોથીયાત્રા તા-૮-૧૦-૨૦૨૩ રવિવાર ભાદરવા વદ નોમ ના રોજ શ્રી દરિયાલાલ મંદીર-બજાર લાઈન મોરબી થી સાંજે ૪ કલાકે પ્રસ્થાન થશે. પોથી યાત્રા શહેર ના રાજમાર્ગો પર ફરી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પવિત્ર પોથીજી ની પધારમણી થશે તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ નો મંગલ પ્રારંભ થશે
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજા નો જન્મ, શુકદેવજી મહારાજ નુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજા નો મોક્ષ સહીત ના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમ થી ઉજવવા મા આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ રસપાન દરરોજ બપોરે ૩ થી ૭ કલાક દરમિયાન યોજાશે તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે ૭ કલાકે યોજાશે.
શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પોથી યાત્રા મા પધારવા, શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ રસપાન કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે.
૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં ૧ પોથી બિનવારસી દિવંગતો માટે તેમજ ૧ પોથી મોરબી ઝુલતાપુલ દુર્ઘટના ના દિવંગતો માટે રાખવા માં આવેલ છે, ઝુલતાપુલ દુર્ઘટના માં મૃત્યુ પામનાર દિવંગતો ના ફોટા તા.૭ સુધી માં જલારામ મંદિર ખાતે પહોંચાડી દેવા સંસ્થા એ જણાવ્યુ છે.
મૃત્યુ પામેલ દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ હિન્દુ પૌરાણિક શાસ્ત્રો મા ઉલ્લેખ કરવા માં આવેલ છે. ઝુલતાપુલ દુર્ઘટના ના દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે તેમના પરિવારજનો ના વરદ્ હસ્તે જ દરરોજ પોથી પુજન કરાવવા માં આવશે તે માટે શ્રી જલારામ મંદિર-મોરબી ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી- મો. ૯૮૨૫૦૮૨૪૬૮ તથા અનિલભાઈ સોમૈયા- મો.૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે.