Site icon ચક્રવાતNews

મોરબી ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન

મોરબી ખાતે આયોજીત બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતો સહિત સર્વ પિતૃ મોક્ષાર્થે 11 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન

બાળવિદુષી પ.પૂ.રત્નેશ્વરીદેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરૂ આયોજન કરાયુ.

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા તા.૮-૧૦-૨૦૨૩ રવિવાર ભાદરવા વદ નોમથી તા.૧૪-૧૦-૨૦૨૩ શનિવાર ભાદરવા વદ અમાસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવા મા આવેલ હતુ. જેમા વ્યાસાસને બાળવિદુષી પ.પૂ. રત્નેશ્વરી દેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) બિરાજમાન થયા હતા.

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજાનો જન્મ, શુકદેવજી મહારાજનુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજા નો મોક્ષ સહીત ના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમ થી ઉજવવા મા આવ્યા હતા. દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ નું અનેરૂ આયોજન સંસ્થા દ્વારા કરવા માં આવ્યુ હતુ..

સર્વ પિતૃ મોક્ષાર્થે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહના યજમાન પદે મીનાબેન ચંદ્રકાંતભાઈ કક્કડ પરિવાર, નર્મદાબેન ઝવેરચંદભાઈ પોપટ પરિવાર, સ્વ. વાલજીભાઈ આણંદજીભાઈ ખાખરીયા પરિવાર, સ્વ. વિજયભાઈ રાજેન્દ્રભાઈ વિઠ્ઠલાણી પરિવાર, જશુબેન જેરામભાઈ જેઠવા પરિવાર, કુંવરબેન હરિભાઈ ચૌહાણ પરિવાર, મગનભાઈ ગીરઘરભાઈ જોબનપુત્રા પરિવાર, દીનેશચંદ્ર મણીલાલ પારેખ સહીતના પરિવારો બિરાજમાન થયા હતા.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના આયોજન ને સફળ બનાવવા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના બહેનોએ જહેમત ઉઠાવી હતી તે ઉપરાંત મહિલા મંડળ દ્વારા દરેક પોથી યજમાનઓ, વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રત્નેશ્વરી દેવીજી તેમજ દરેક સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમ જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ યાદીમાં જણાવ્યુ છે.

Exit mobile version