Site icon ચક્રવાતNews

જમીન કૌભાંડ: બનાવટી રેકોર્ડ ઉભુ કરી હળવદના ત્રણ ગામની જમીન પચાવી પાડનાર 09 શખ્સો વિરુદ્ધ ફરીયાદ

હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર ભટ્ટ (ઉ.વ.૫૫) એ આરોપી રમેશભાઇ બબાભાઇ કોળી, રહે-કોયબા તા.હળવદ, છગનભાઈ નાગજીભાઈ ધારીયાપરમાર, રહે-હળવદ તા. હળવદ, બીજલભાઈ અમરશીભાઈ કોળી, રહે-કોયબા તા. હળવદ, દલાભાઈ રણછોડભાઈ ડાભી રહે- મનડાસર તા.થાન જી. સુરેન્દ્રનગર તથા રહે- સુંદરીભવાની તા.હળવદ, દિનેશભાઈ હમીરભાઈ વનાણી, રહે- ઘનશ્યામપુર તા.હળવદ, રાઠોડ માવજીભાઈ ટાભાભાઈ, રહે-ઘનશ્યામપુર તા.હળવદ, જશુબેન બાબુભાઈ ધરમશીભાઈ કોળી, રહે-સુંદરીભવાની તા.હળવદ, મંજુબેન રત્નાભાઈ કોળી રહે-ઘનશ્યામપુર તા. હળવદ, વનાણી હમીરભાઈ વજુભાઈ રહે-રાયસિંગપુર તા. મુળી જી.સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યુ છે કે આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકડૅ ચાલતી સરકારની અલગ-અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભુ કરી સરકારની જમીનો પચાવી પાડવાનું આયોજનબધ્ધ કાવતરૂ રચી અલગ-અલગ સરકારની કચેરીના હોદ્દાવાળા બનાવટી ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પોતાના કબજામા રાખી જે તે સમયના સક્ષમ સતાધિકારીઓની ખોટી સહીઓ તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ-અલગ સર્વે નંબરની સરકારી જમીનોની સરકારી કચેરીમા નોંધ પડાવી પોતાના નામે કરી/કરાવી લીધી હોવાથી આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ- ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૧૨૦(બી), ૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version