મોરબી: જયશ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા પુણ્યતિથિ નિમિત્તે ઝુંપડપટ્ટી વિસ્તારમાં પફ વિતરણ કરાયા
Morbi chakravatnews
મોરબી: જયશ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડના દાદીમાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમા ઝુંપડપટ્ટી વિસ્તારમાં પફ વિતરણ કરવામાં આવ્યા હતા.
જેમાં મોરબીના સામાંકાઠા વિસ્તારમાં મયુરપુલ નીચે આવેલ ઝૂંપડપટ્ટી, લીલાપર રોડ પર આવેલ, નવલખી રોડ પર, પરશુરામધામ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પફવિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં જયશ્રી માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા , વ્રજ તેમજ અન્ય બહેનો જોડાયા હતા.