Site icon ચક્રવાતNews

જેતપર રોડ પર આવેલ ઇમ્પેલર કવાર્સ કારખાનામાં બાવન પત્તાની બાજી રમતા આઠ પકડાયા

મોરબી: સમગ્ર દેશ તેમજ રાજ્યમાં હાલ શ્રાવણમાસ ચાલી રહ્યો છે ત્યારે જુગારીઆઓ પણ મન મુકીને જાણે રમી રહ્ય હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે પોલીસ પણ પોતાની કામગીરી સુપરે નિભાવી રહી છે અને જુગારીઓ પર થોસ બોલાવી રહી છે અને જુગાર રમતા પત્તાપ્રેમીઓને ઝડપી રહી છે ત્યારે મોરબીના જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલ.એલ.પી. કારખાનાની ઓફીસમાંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે ૮ ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી. પોલીસને સયુકતમાં અગાઉથી ખાનગી રાહે બાતમી મળેલ કે, મયુરભાઇ કેશવજીભાઇ પટેલ રહે. મોરબી વાળો જેતપરરોડ, બેલા (રંગપર) ગામની સીમમાં આવેલ તેના કબ્જા ભોગવટા વાળા ઇમ્પેલર કવાર્સ એલ.એલ પી. કારખાનાના લોડીંગ પોઇન્ટની ઉપર આવેલ પેનલ ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે આજે રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો મયુરભાઇ કેશવજીભાઇ પટેલ ઉ.વ. ૩૧ રહે. વેલકમ પ્રાઇડ રવાપર ઘુનડારોડ, મોરબી, કલ્પેશભાઇ ગણેશભાઇ પટેલ ઉં.વ. ૩૮ રહે. વૈભવનગર, શનાળા બાયપાસરોડ મોરબી, પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ ઉ.વ. ૪૨ રહે. અવનીચોકડી, શ્યામપાર્ક, મોરબી, હિતેષભાઇ નરભેરામભાઇ પટેલ ઉ.વ.૩૭ રહે. દિવ્યજીવન સોસાયટી, મોરબી, નિલેશભાઇ મહાદેવભાઇ પટેલ ઉ.વ. ૩૮ વિવેકાનંદ નગર, નિલકંઠ સ્કૂલ સામે મોરબી,
અંકુરભાઇ ગણેશભાઇ પટેલ ઉ.વ.૩૮ રહે.શ્યામપાર્ક, કેનાલરોડ, મોરબી, અલ્પેશભાઇ ડાયાભાઇ પટેલ ઉ.વ. ૪૩ રહે. ખોડીયારપાર્ક આલાપરોડ મોરબી, શૈલેષભાઇ મનજીભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે. શ્યામપાર્ક, કેનાલરોડ, મોરબીવાળાને રોકડા રૂ.૩,૫૨,૨૦૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Exit mobile version