Site icon ચક્રવાતNews

મોરબી: જીવરાજ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા દારૂનું દૂષણ બંધ કરાવવા આવેદન અપાયું

ભડીયાદ- જવાહર ગ્રામ પંચાયત હેઠળ પેટા વિસ્તારમાં આવતા જીવરાજ પાર્ક સોસાયટીના રહીશોએ જિલ્લા પોલીસ વડાને જણાવેલ કે અમારા વિસ્તારની આજુબાજુમાં આવેલા દારૂના અડા અને દારૂ પીને આવતા જતા આવારા તત્વોને કાયદાનું ભાન કરવા કરાવવામાં આવે તેવી વિનંતી

આ દૂષણ ઘણા સમયથી આજુ બાજુમાં ચાલી રહેલું છે તો આના માટે આપ કાયદાકીય કડક પગલાં લેશો આની આજુબાજુમાં રહેતા રહીશો દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છતાં આ દુષણ દૂર થતું નથી આરજી આપ્યા પછી કાયમી દુષણ દૂર થઈ જાય એવા પગલાં ભરવા મોરબી જીલ્લા પોલીસ વડાને જીવરાજ પાર્ક સોસાયટી ના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે

Exit mobile version