મોરબી તાલુકાના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
Morbi chakravatnews
મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ મોરબી તાલુકાના આમરણ ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે સાથે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે..
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ખાનગી રહે બાદમી મળી કે મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ દાવલશાહ વાસની પાછળ બાવળની ગાંઠમાં અમુક પત્તા પ્રેમીઓ જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે ત્યાં રેડ કરી હતી જ્યાં રેડમાં આરોપી
૧) ઈમતીયાજભાઈ તૈલી
૨) વાલમજીભાઈ અંબાણી
૩) બાબુભાઈ શેરસીયા તથા
૪) રમેશકુમાર ચૌહાણ રહે તમામ આમરણ વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. સાથે કુલ 12,310 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.