Site icon ચક્રવાતNews

હળવદના કડીયાણા ગામે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના કડીયાણા ગામે ખારાના મેદાનમાં યુવકને ત્રણ શખ્સોએ સેન્ટીંગની ડાક વડે મારમારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા કિશોરભાઈ ચતુરભાઈ પારઘી (ઉ.વ.૨૨) એ આરોપી શનીભાઈ નરેશભાઈ સોલંકી રહે.કડીયાણા ગામ તા-હળવદ, શનીભાઈના પિતા નરેશભાઈ રહે.કડીયાણા ગામ તા-હળવદ, શનીભાઈના કુંટુબી મામા ભુપીભાઈ રહે. સરાવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ કોઈ કારણસર સેન્ટીંગની ડાક (લાગીયો) વડે મારમારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ -૧૧૮(૧),૧૧૭(૨) ,૩૫૧ (૩),૫૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version