Site icon ચક્રવાતNews

મોરબીના કાલીકા પ્લોટમાંથી બીયર ટીન સાથે એક મહિલા ઝડપાઇ

મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૨ જીલાણી એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ બહાર જાહેરમાં બીયર ટીન નંગ-૩૨ સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૨ જીલાણી એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ બહારથી આરોપી અફસાનાબેન ઇમરાનભાઈ શાહમદાર (ઉ.વ.૪૦) રહે. મોરબી કાલીકા પ્લોટ શેરી નં -૨ જીલાણી એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ મોરબીવાળીએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૩૨ કિં રૂ.૩૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડેલ છે જ્યારે અન્ય એક ઈસમ યુસુફભાઈ મહમદભાઈ રતનીયા રહે. ધ્રોલવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version