Site icon ચક્રવાતNews

મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પર્વ નિમિતે કન્યા પૂજન યોજાયુ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક અધ્યક્ષ મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા ના નિર્દેશાનુસાર સમગ્ર ભારતભર માં નવરાત્રી ના પર્વ દરમિયાન કન્યા પૂજન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા શહેર ના જલારામ મંદિર ખાતે કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યા માં કન્યાઓનુ પૂજન કરવા માં આવ્યુ હતુ તેમજ દરેક બાળાઓને સંસ્થા તરફથી ભેટ અર્પણ કરવા માં આવી હતી.

આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી. રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, જીલ્લા મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, નરેન્દ્રભાઈ પાવ, ચિરાગભાઈ રાચ્છ, નિખિલભાઈ છગાણી, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની ગૃપ ના ભારતીબેન રામાવત, ભાવનાબેન સોમૈયા, ચંદ્રિકાબેન માનસેતા, રીનાબેન ચૌહાણ, નયનાબેન મીરાણી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version