માળિયાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ જુગારી ઝડપાયા
Morbi chakravatnews
માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ રૂ. ૧૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમી મળેલ કે કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા રહે.ગામ ખાખરેચી ગામ તા.માળીયા મીં વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે તેવી ચોકકસ બાતમીના આધારે ખાખરેચી ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કતા જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર આરોપી મળી કુલ પાંચ ઇસમો કુવરજીભાઇ અમરશીભાઈ પરસુડા, રઘુભાઇ દિનેશભાઇ શંખેશરીય, ગોપાલભાઇ અવભાઇ ભોજવીયા, કીશોરભાઇ હરજીભાઈ મેવાડા, સંજયભાઇ સોંડાભાઇ દેલવાડીયા રહે. પાંચય ખાખરેચી તા.માળીયા (મીં)વાળાને કુલ કિ.રૂ. ૧૦,૨૪૦/-ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.