Site icon ચક્રવાતNews

કિશનગઢ ગામે ટ્રકમાં ભરેલ દારૂ-બીયરની 11052 બોટલો સાથે એક ઝડપાયો: એકની શોધખોળ

મોરબી: કીશનગઢ ગામની સીમમાંથી ટ્રકમાં ભરેલ વિદેશીદારૂ બીયરની બોટલો નંગ ૧૧૦૫૨ કિ.રૂ.૧૩,૨૩,૬૦૦/- તથા ટ્રક મળી કુલ કી.રૂ. ૨૦,૨૩,૬૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી એલસીબીએ પકડી પાડયો છે જ્યારે અન્ય એક આરોપી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, સોખડા ગામનો રહીશ નયન રાયકાભાઇ ગઢવી વાળો ટ્રક નંબર-GJ-07-2-7524 વાળી મોરબી માળીયા મિ. હાઇવેથી સોખડા ગામ તરફ જવાના રસ્તે કીશનગઢ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂબીયરના જથ્થાની હેરાફેરી વેચાણ કરવાની પેરવી કરે છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતા ટ્રક નંબર-GJ-07-2-7524 વાળીમાંથી વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલો નંગ -૯૬૩૬ કિ.રૂ. ૧૧,૮૨,૦૦૦/- તથા બીયર ટીન નંગ-૧૪૧૬ મળી કુલ રૂ.૧૩,૨૩,૬૦૦/ તથા બીયરના ટીન તથા ટ્રક મળી કુલ કી.રૂ. ૨૦,૨૩,૬૦૦/- ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

મોરબી એલસીબીએ પકડેલા ટ્રક ડ્રાઈવર પાસેથી નયન રાયકાભાઈ ગઢવી રહે. સોખડા તા. મોરબી વાળાનુ નામ ખુલતા પોલીસે તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version