Site icon ચક્રવાતNews

મોરબી: કૃષી ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો વિશે માર્ગદર્શન અપાયું

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તાબા હેઠળની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, વાલ્મી – રાજકોટના સંયુક્ત ઉપક્રમે કૃષિ ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે અંદાજિત 75 થી 80 ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

હાલની વરસાદી વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને લઈને કેવીકે ના કૃષિ વૈજ્ઞાનિકો એમ. એફ. ભોરણીયા તથા ડૉ. કે.એન. વડારીયા દ્વારા હાલમાં વાવેતર કરેલ પાકોમાં લેવાની થતી કાળજી અને કાપણી પછીની તકેદારીઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા વાલ્મી રાજકોટમાંથી ઉપસ્થિત અધિકારી વી એચ ભોરણીયા, કાર્યપાલક ઇજનેર દ્વારા ડેમોમાંથી સિંચાઈ વ્યવસ્થાપન માટે કેનાલના પાણીનો કરકસર યુક્ત વપરાશ બાબતે સિંચાઈ વ્યવસ્થા તથા સહભાગી સિંચાઈ વ્યવસ્થા બાબતે ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી પ્રદાન કરી હતી અને ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોનો વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Exit mobile version