લખધીરપુરથી પાનેલી જતો માર્ગ ખુલ્લો કરવા બાબતે ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને રજૂઆત
Morbi chakravatnews
મોરબી: મોરબીના લખધીરપુરથી પાનેલી જતો માર્ગ ખુલ્લો કરવા અને GIDC દ્વારા બંધ કરવામાં આવેલા વોકળા ખુલ્લા કરાવવા લખીધીરપુર ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા મામલતદારને લેખીત રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મોરબીના લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને લેખીત રજુઆત કરી જણાવવામા આવ્યું છે કે લખધીરપુર ગામથી પાનેલી જતો સર્વે નં. 140 પૈકીમાંથી માર્ગ GIDC દ્વારા બંધ કરવામાં આવ્યો છે. તેમજ જાંબુડીયા સર્વે. નં. 146 તે વિસ્તારનું પાણી જે પાનેલી તળાવમાં જતું હતું તે પાણીનાં વોકળા બંધ કરી દેતા હવે તે પાણી લખધીરપુરના ખેતરોમાં ઘુસી જાય છે. જથી ગ્રામજનો દ્વારા લખધીરપુર ગામથી પાનેલી જતો માર્ગ તેમજ વોકળા ખુલ્લા કરવા મામલતદારને લેખીત રજૂઆત કરવામાં આવી છે.