Site icon ચક્રવાતNews

લાલપર ગામે જુગાર રમતા પત્તાપ્રેમિઓ ઝડપાયા

મોરબી તાલુકાના લાલપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ચાર જુગારીઓને રોકડા રૂપિયા 10,100 સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે ડેરીવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી
(૧)રાજદીપસિંહ ભરતસિંહ પરમાર, રહે. લાલપર તા-જી મોરબી મુળગામ મોજીદડ તા-ચુડા જી.સુરેન્દ્રનગર, (૨)યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, રહે. મોજીદડ તા-ચુડા જી.સુરેન્દ્રનગર, (૩)અજયભાઈ પ્રવિણભાઈ પટેલ, રહે. હરીઓમ સોસાયટી ઘુંટુ તા-જી મોરબી મુળગામ- રતનપર (સુરેન્દ્રનગર) (૪)વિપુલસિંહ ભીખુભા પઢીયાર, રહે. ઉમરડા તા-મુળી જી.સુરેન્દ્રનગર વાળાઓને રોકડા રૂપિયા 10,100 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી

Exit mobile version