Site icon ચક્રવાતNews

લાલપર ગામ નજીક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી દારૂ-બીયરની 108 બોટલ સાથે ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીના લાલપર ગામ પાસે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ઓનેસ્ટ હોટેલ સામે રોડ ઉપર નંબર પ્લેટ વગરની ગાડીમાંથી દારૂ-બીયરની ૧૦૮ બોટલો સાથે ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ પાસે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ઓનેસ્ટ હોટેલ સામે રોડ ઉપર આરોપી કીશનભાઈ નરોતમભાઈ દુધરેજીયા (રહે. ગારીયા તા-વાંકાનેર), કીશનભાઈ ઉર્ફે વિજય જીવરાજભાઈ મેર (રહે. જોધપર તા.વાંકાનેર), વિશાલભાઈ મંછારામભાઈ ગોંડલીયા (રહે. ગારીયા તા. વાંકાનેર) નામના આરોપીઓએ પોતાના હવાલાવાળી એક કાળા કલર ની હોન્ડા અમાજ આગળ-પાછળ નંબર પ્લેટ વગર ની ગાડી જેની કી. રૂ ૫,૦૦,૦૦૦ વાળીમાં ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ કિં.રૂ.૨૨,૫૦૦/-તથા કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ટીન નંગ-૪૮ કિં.રૂ.૪૮૦૦/-એમ કૂલ મળીને ૫,૨૭,૩૦૦/-નો મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરતા રેઇડ દરમ્યાન મોરબી તાલુકા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version