Site icon ચક્રવાતNews

“હારશે કોરોના, જીતશે ગુજરાત” જસદણમાં 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો શુભારંભ.

જસદણ જિલ્લાના નાગરિકોને કોરોના મહામારી સામે ઉચ્ચત્તમ સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલા 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો શુભારંભ ભાજપા ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડો. ભરતભાઈ બોઘરા, માન. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઇ ખાચરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જસદણના લોકોને હવે જસદણમા બેડ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. હાલમાં કોઈ દવાખાનામાં સારવાર માટે જગ્યા નથી ત્યારે ભરતભાઈ બોધરા સહિત તેમની ટીમ દ્વારા 100 બેડ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જસદણ તાલુકાના લોકો માટે ઑક્સિજન સહિતની સુવિધા યુદ્ધ ના ધોરણે કરવામાં આવી ભરતભાઈ બોધરા એ જણાવ્યું હતું કે આવી મહામારીમા લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે અને દવાખાનામાં સારવાર માટે કયાંય જગ્યા નથી આથી અહીં 100 બેડ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ઑક્સિજન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Exit mobile version