Site icon ચક્રવાતNews

લમ્પીને રોકવા તંત્રએ રસિકરણને વેગવંતુ બનાવ્યું, પશુપાલન વિભાગની રસીના ૬૪૦૦ ડોઝ અર્પણ કરાયા.

જિલ્લામાં ધીમે ધીમે લમ્પીનો કહેર વધી રહ્યો છે. ત્યારે લમ્પીને રોકવા માટે તાલુકા પંચાયત દ્વારા ૬૪૦૦ રસીના ડોઝ પશુપાલન વિભાગને આપવામાં આવ્યા છે.

દિવસે ને દિવસે મોરબી જિલ્લામાં લમ્પી વાઇરસના કેસ ગૌવંશમાં વધી રહ્યા છે. ત્યારે તંત્ર એક્ટિવ મોડમાં આવ્યું છે.લમ્પી ને કાબૂમાં લાવવા માટે તાલુકા પંચાયત દ્વારા ૬૪૦૦ જેટલા રસીના ડોઝ પશુપાલન વિભાગને આપ્યા છે. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન કાનજીભાઈ ચાવડા, કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન ગોરધનભાઈ સોલંકી, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ, ભાજપ અગ્રણી વિક્રમસિંહ ઝાલા, લાલજીભાઈ મૂળજીભાઈ સોલંકી, ટીડીઓ દીપાબેન કોટક, સાવનભાઈ રાજપર, વિપુલભાઈ જીવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version