Site icon ચક્રવાતNews

માધાપરવાડી શાળાની બાળાઓને સેનેટરી પેડ અર્પણ કરતા નિતાબેન પટેલ

મોરબી કન્યા છત્રાલયના નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા બાળાઓને સેનેટરી પેડ અર્પણ

મોરબી એટલે દાનવીર,દાતાઓનું નગર અહીંના લોકો પોતાની પરસેવાની કમાણી માંથી પર સેવા કરતા હોય છે,પોતાના રળેલા રૃપિયામાંથી સમાજ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે મોરબી ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા બહેન નિતાબેન કૈલા પટેલ દ્વારા દર મહિને મોરબીની જુદી જુદી શાળાઓમાં સેનેટરી પેડ અર્પણ કરીને અદકેરું કાર્ય કરી રહ્યા છે. નિતાબેન દિવ્યાંગ હોવા છતાં હિંમત હાર્યા વગર નિવૃત બાદ પણ પ્રવૃત છે,તેઓ નિવૃત્તિ પછી પણ કન્યા છત્રાલય ખાતે પુસ્તકાલયમાં નિયમિત રીતે નિઃશુલ્ક પોતાની સેવાઓ આપે છે અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે.તેઓએ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ધોરણ સાત અને આઠમા અભ્યાસ કરતી તમામ બાળાઓને સેનેટરી પેડ અર્પણ કર્યા હતા.નિતાબેનની સાથે મયુરીબેન હર્ષદભાઈ ક્લોલા પણ જોડાયા હતા.બંને બહેનોનું શાળા પરિવાર વતી પુસ્તક અર્પણ કરી અભિવાદન કરાયું હતું.શાળાના વિજ્ઞાન શિક્ષિકા ચાંદનીબેન સાંણજાએ સેનેટરી પેડની ઉપયોગીતા અને જરૂરીયાત વિશે વાત કરી હતી.

Exit mobile version