Site icon ચક્રવાતNews

માળીયા મીયાણામા પત્ની પર પતીએ કર્યો છરી વડે હુમલો

માળીયા જામનગર હાઈવે પર રાસંગપર ગોળાઇ બાજુ સંધવાણીની વાડી પાસે પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતાં પતિએ તેની પત્નીને માર મારી છરી વડે ઇજા પહોંચાડી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા જામનગર હાઈવે પર રાસંગપર ગોળાઇ બાજુ સંધવાણીની વાડી પાસે રહેતા આશબાઈ યાસીનભાઈ જામ (ઉ.વ.૨૮) એ પોતાના પતિ યાશીનભાઈ જુસબભાઈ જામ (ઉ.વ.૩૫) વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ફરીયાદીના પતિ હોય જેઓએ ફરીયાદી સાથે બોલાચાલી ઝધડો કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છરી વતી ફરીયાદને બંને હાથે કાડા ઉપર ઇજાઓ કરી તથા ગળા પાસે છરકો કરી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version