મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે માળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતો આરોપી હાલે તેના શિરોડા ગામ પોંડા નોર્થ ગોવા ખાતે આવેલા તેના રહેણાંક મકાને હાજર છે જે બાતમીના આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી પ્રદીપભાઇ હરીભાઇ ફડકે રહે. મકાન નં.૧૨૬૦/૨ કપાડશેમ, શિરોડા, પોંડા નોર્થ ગોવા વાળો મળી આવતા આરોપીને પુછપરછ અર્થે મોરબી ખાતે લાવી આરોપીને પ્રોહીબીશનના ગુન્હામાં હસ્તગત કરી માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે આગળની ઘટીત કાર્યવાહી કરવા સોપી આપેલ છે.