માળીયાના ખાખરેચી ગામે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ પકડાયા

માળીયા : ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમી રહેલા (1) પ્રવીણભાઇ વિઠ્ઠલભાઇ દેગામા (2) કૈલાશભાઇ બાબુભાઇ શીશણાદા (3) સોંડાભાઇ દેવશીભાઇ દેલવાડીયાને માળીયા પોલીસે તીનપતિનો જુગાર રમતા પકડી લઈ રોકડા રૂપિયા 830 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.