Site icon ચક્રવાતNews

માળિયાના નવા ગામેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

માળિયા (મી): માળીયા (મીં) વિસ્તારમાં નવાગામની સીમમાં એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી.સ્ટાફ માળીયા (મી) વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, આમદ રસુલભાઇ મીયાણા રહે.નવાગામ હાલ નવાગામની સામાકાંઠા વાળી સીમમાં તા.માળીયા વાળો હાલે પોતાની નવાગામની નદી કાંઠે આવેલ સીમમાં કપાસ વાવેલ ખેતરે પોતાના હાથમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે આંટા મારે છે. તેવી બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા મળેલ બાતમી વાળો ઇસમ આમદભાઇ રસુલભાઇ જેડા ઉવ.૪૪ રહે.હાલ નવાગામની સામાકાંઠા વાળી સીમ મુળ રહે.નવાગામ જેડાવાસ તા.માળીયાવાળાને દેશી હાથ બનાવટની જામગરી નંગ-૧, કિં.રૂ.૨૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Exit mobile version