માળિયાના વાડા વિસ્તાર પાસેથી ઈંગ્લીશ દારૂની 14 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
Morbi chakravatnews
માળિયા (મી) : માળિયા (મી) ના જુના રેલવે સ્ટેશન વાડા વિસ્તાર પાસે રોડ ઉપર બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલો સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) ના જુના રેલવે સ્ટેશન વાડા વિસ્તારમાં રહેતા આરોપી અબ્દુલભાઇ અનવરભાઈ ભટ્ટી (ઉ.વ.૨૭) એ ગેરકાયદેસર રીતે માળિયાના જુના રેલવે સ્ટેશન વાડા વિસ્તાર પાસે રોડ ઉપર બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪ કિં રૂ.૧૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અબ્દુલભાઇને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.