માળિયા પોલીસ દ્વારા બકરી ઈદ સબબ ફ્લેગમાર્ચ નું આયોજન કરાયું
Morbi chakravatnews
સરકારની ગાઈડલાઈન મુજબ તેમજ શાંતિ પૂર્વક અને કોમીએક્તાના વાતાવરણમાં બકરી ઈદ નો તહેવાર ઉજવાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ નો બને તે માટે માળિયા પોલીસ દ્વારા ટાઉનમાં ઝુલુસના રૂટ પર આજરોજ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માળિયા પોલીસના સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા તેમજ માળિયા પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.