મળતી માહિતી મુજબ પ્રદિપ શીવપ્રસાદ ગડારી સને-૨૦૨૩ ના જુન મહીનાથી ઘરે ગયેલ ન હોય જેથી તેના ઘરવાળાઓને ઘરે જવા માટે વાત કરતા ઘરવાળાઓ બહેનની સાદી કરવા માટે લીધેલ રૂપિયા ભરપાઇ કરવાના બાકી હોય જેથી ઘરે આવવાની ના પાડતા હોય જે બાબતે મરણ જનારને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે સીમેરો સીરામીકના કારખાનાની મજૂર ઓરડી નંબર-૩૩ મા કપડાના ગમચા વડે ગળે ફાસો ખાય જતા યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.