Site icon ચક્રવાતNews

ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે

ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૮ ને રવિવારે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિધાલય, ભીમરાવનગર, વિજયનગર પાસે રોહીદાસપરા મોરબી ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે

જે સમૂહ લગ્નોત્સવમાં ૧૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે જે કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહેશે મોરબીમાં બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણ ફીના લાભાર્થે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સંસ્થા અગ્રણીઓએ જણાવ્યું છે

Exit mobile version