Site icon ચક્રવાતNews

મેઘપર ઝાલા ગામના શિવ શક્તિ ગ્રુપ દ્વારા માં આશાપુરા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

દેશ વિદેશમાં આસ્થાનું પ્રતીક અને કચ્છ સ્થિત માં આશાપુરા ના ધામ માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવા , મેડિકલ ની સુવિધા મળી રહે તે માટે ટંકારાના મેઘપર ઝાલા ગામના શિવ શક્તિ ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પો શુભારંભ તરીખ ૧૨/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ કરવામાં આવશે જે કેમ્પ કષ્ટભંજન હનુમાનજી મંદિર શિવમ્ કોમ્પલેક્ષ બાજુમાં ટંકારા ઓવોર બ્રીજ નીચે રાખેલ છે. જેમાં પદયાત્રીકોને રહેવા-જમવા, ચા-નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે દિગુભા મોં-97124 08412 તથા જામભા મોં- 97142 85097 -96620 08412 નો સંપર્ક કરવા શિવ શક્તિ ગ્રુપ દ્વારા યાદીમાં જણાવાયું છે.

Exit mobile version