Site icon ચક્રવાતNews

હળવદમાં આધેડ મહીલાએ ઝેરી દવા પી જીંદગી ટુકાવી

મોરબી: હળવદમાં રાપસંગપર રોડ કંડેશ્વર હનુમાનજીના મંદિર નજીક આધેડ મહીલાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના ગરબાડા ના વતની અને હાલ હળવદમાં કંડેશ્વર હનુમાનજીના મંદિરની બાજુમાં છાપરામાં રહી મજુરી કામ કરતા મંજુબેન મનોજભાઈ રાઠવા (ઉ.વ.૫૯) એ ગત તા.૨૭-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે કોઈપણ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક છાપરામાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેમજ મરણ જનારનો લગ્નગાળો દશ વર્ષનો છે. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે કે.

Exit mobile version