વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા હાલમાં GST ના દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે સરાહનીય છે. જે ઉદ્યોગકારો થી માંડીને સામાન્ય માણસ એમ દરેકને લાભદાયી થશે.
જેથી મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના તમામ ઉદ્યોગકારોએ આ નિર્ણય બદલ આનંદની લાગણી વ્યકત કરી છે. GST ના દરોમા ઘટાડો થવાથી જીઆઈડીસી ના ઉદ્યોગકારોને તથા ગ્રાહકોને ખુબ જ લાભદાયી હોય મોરબી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન પ્રમુખ નિલેશભાઈ દેથરીયા તથા મોરબી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન પરીવાર સરકારના આ નિર્ણય આવકાર્યો છે તથા સરકારનો આભાર પણ વ્યકત કર્યો છે.