MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન કરાવી લેજો નહીં તો થશે કાર્યવાહી
Morbi chakravatnews
મોરબી: મોરબી શહેર અને જિલ્લામા પરપ્રાંતિય મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહીં કરનાર આસામીઓ વિરુદ્ધ છેલ્લા એક સપ્તાહથી કાર્યવાહી ચાલુ છે. ત્યારે હાલ ૫ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માળીયા કચ્છ નેશનલ હાઈવે પર હરીપર ગોલાઈ હુસેની હોટલની સામે હીરવા કોર્પોરેશન કારખાનાના કોન્ટ્રાકટર જસુભાઈ પરબતભાઈ વાઢેર, ટંકારામાં છત્તર જી.આઇ.ડી.સી પાસે કાર્યરત કોન્ટ્રાકટર અશોકભાઇ બેચરભાઇ મેરા, ટંકારામાં લજાઇ ચોકડી હડમતીયા રોડ પર આવેલ મંડપ સર્વીસના સંચાલક અનીલભાઇ નાથુરામ મેઘવાલ, માળીયાના વર્ષામેડી ગામની સીમ, ગુરૂક્રુપા કારખાનાના કોન્ટ્રાકટર ગુલમામદભાઇ આરબભાઇ જત, વાંકાનેરમાં નવાપરા પંચાસર રોડ પર આવેલ પટેલ એગ્રો ઈન્ડસ્ટ્રીઝના કોન્ટ્રાકટર કલ્પેશભાઈ દેવરાજભાઈ પાટડીયા સહિતના લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે ફરિયાદી બની જણાવ્યું છે કે MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું અમલી હોય છતાં આરોપીએ પરપ્રાંતીયોના આઈડી પ્રૂફ મેળવ્યા ના હતા અને એપમાં રજીસ્ટર નહિ કરાવી જાહેરનામાં ભંગ કર્યો હોય જેથી તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.