Site icon ચક્રવાતNews

મોરબી: બદલી થયેલ તથા નવા નિમાયેલ તમામ જજ માટે વેલકમ તથા ફેરેવલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું

મોરબી: મોરબી જિલ્લા બાર એસોસિયેશન દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયાની સ્પે. પોકસો કોર્ટમાં બદલી થતા તમામની વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતુ.

સૌ પ્રથમ મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી ડીસ્ટ્રીકટ જજને સન્માન કરવામાં આવેલ તેમજ નવા નિમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડાને મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના એડી ડીસ્ટ્રીકટ જજ પંડયાનુ સન્માન મોરબી બારના ઉપપ્રમુખ ટી.બી. દોશી દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના ચીફ જયુડી. જજ રાવલનુ સન્માન મો૨બી બા૨ના જોઈન્ટ સેક્રેટરી ઉદયસીંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના પ્રિન્સી. ફેમીલી જજ વાનાણી, ઈજનેર, ચંદનાની, ખાન, જાડેજાનુ તથા લીગલ સર્વિસ ઓથોરીટીના જજ પારેખનુ સન્માન મોરબી બારના કારોબારી સભ્ય સાગર પટેલ, બ્રિજરાજસીહ ઝાલા, કરમશી પરમાર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થીત રહેલ સબકારી વકીલ જાની, દવે, કારીઆ, ચીસ્તી, નીલીમાબેન સહિતનાનુ પણ સન્માન કરવામાં આવેલ. તેમજ મો૨બી બારના વિકાસમાં સતત પ્રયત્નશીલ રહેતા દીલીપભાઈ અગેચાણીયાનુ સન્માન તમામ જુનીયર એડવોકેટ દ્રારા કરવામાં આવેલ.

આ પ્રસંગે મો૨બી જીલ્લા વકીલ મંડળના તમામ સીનીયર એડવોકેટ ઉર્મીલાબેન મહેતા, ચાનીયાભાઈ, ઓઝાભાઈ, ચાવડા, ધમેન્દ્રભાઈ આદ્રોજા, પુષ્પાબેન ભટ્ટ, ભરતસીહ ઝાલા, કાજલબેન ચંડીભમ૨, આશીષભાઈ વાળા, મનીષભાઈ જોશી, બી. કે. ભટ્ટ, જીતેનભાઈ અગેચાણીયા વીગેરે મોટી સંખ્યામાં વકીલો હાજર રહેલા.

આ કાર્યક્રમમાં આભાર દર્શન મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા તથા જીતેનભાઈ અગેચાણીયા દ્રારા કરવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવા માટે બારના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવેલ હતી.

Exit mobile version