મળતી માહિતી મુજબ જરનાબેન પુર્નાભાઈ વિશ્વકર્મા (ઉ.વ.૧૮) રહે. ગોકુળ મથુરા સોસાયટી વરણી એપાર્ટમેન્ટના પાર્કિંગમા આવેલ ઓરડીમાં મોરબી મૂળ રહે નેપાળાવાળાને આજથી આઠેક માસ પહેલા મળમુત્ર માર્ગની બિમારી હોય તેનું ઓપરેશન કરાવેલ હતું અને કિડનીની બિમારી હોય તેની સારવાર રાજકોટ સરકારી હોસ્પિટલમાં ચાલુ હતી જેના કારણે કંટાળી જઇ મનોમન લાગી આવતા પોતાની મેળે વરણી એપાર્મેંન્ટના પાર્કીંગમાં છતમા ફીટ કરેલ પાઇપમા ચુદડી વળે ગળે ફાંસોખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.