Site icon ચક્રવાતNews

મોરબી: કોમર્શિયલ વાહન ધરાવનારે 16 નવેમ્બર સુધીમાં જિલ્લા પ્રોજેક્ટ કચેરી/ તાલુકા બીઆરસી ભવનનો સંપર્ક કરવો

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/માલિકો પાસેથી સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને દરેક તાલુકાના બીઆરસી ભવન દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા પાડવાના હેતુથી જિલ્લા પ્રોજેક્ટ કચેરી મોરબી અને દરેક તાલુકા બીઆરસી ભવનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૫ ના બાળકોનું ઘરથી શાળા સુધીનું અંતર એક કિલોમીટરથી વધુ હોય અને ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓનું શાળાથી ઘરનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય એવા વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લાવવા અને લઈ જવા માટે સમગ્ર શિક્ષા મોરબી દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવામાં આવે છે.પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ અને આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન નહિ મળવાથી ઘણા બાળકો આ સુવિધાના લાભથી વંચિત રહી ગયા છે.

જેથી વર્ષ: ૨૦૨૪-૨૫ માં (દિવાળી વેકેશન બાદ) આ સુવિધા માટે શિક્ષણ વિભાગના તેમજ આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન (પીળી નંબર પ્લેટ વાળું), ફૂલ વીમો અને વાહનનું ફિટનેસ સર્ટિ ધરાવતા વાહન ચાલકો/માલિકોએ જિલ્લા પ્રોજેકટ કચેરી, હંટર ટ્રેનિંગ હોસ્ટેલ બિલ્ડિંગ, શક્તિ ચોક, મોરબીનો અને દરેક તાલુકાના બીઆરસી ભવન પર રૂબરૂ તા.૧૬/૧૧/૨૦૨૪ સુધી સવારના ૧૦:૩૦ થી ૦૬:૧૦ દરમિયાન સંપર્ક કરવા મોરબી જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમગ્ર શિક્ષાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Exit mobile version