મોરબી: કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મોરબી જીલ્લા ભાજપના મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે.
જેના આધારે મોરબી જીલ્લાના મંડલના પ્રમુખોનું પરિણામ જાહેર કરી નીચે મુજબ યાદી મુકવામાં આવી છે.
મોરબી શહેર રીસીપભાઈ કૈલા, મોરબી તાલુકા વિશાલ ઘોડાસરા, માળીયા તાલુકા રાજેશ હુંબલ, માળીયા શહેર અલ્યાસભાઈ મોવર, હળવદ તાલુકા ભરતભાઈ કંઝારીયા, હળવદ શહેર તપનભાઈ રાજેન્દ્રભાઈ દવેની નીમણુંક કરાઈ છે.