મોરબી જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં સ્થાન આપવા કોંગ્રેસની કલેકટરને રજૂઆત
Morbi chakravatnews
મોરબી જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાનોને પણ સ્થાન આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લા સંકલન સમિતિની છેલ્લે મળેલી બેઠકના ફોટા સોશિયલ મીડીયામાં મુકવામાં આવેલ છે. જેમાં સરકારી અધિકારીઓ તથા ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ભાજપના આગેવાનો પણ જોવા મળી રહ્યા છે અને જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં જો ભાજપના આગેવાનોને સ્થાન આપવામાં આવતું હોય તો રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાનને પણ આમંત્રિત કરીને સ્થાન આપવામાં આવે તેવી કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.