Site icon ચક્રવાતNews

મોરબી જિલ્લા પોલીસ આયોજિત ચિત્ર, ઓડિયો, વીડિયો સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયાં

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અવલોકન કરીને આ ત્રણેય સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવેલ, જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે સંગીતા હડિયલ, બીજા નંબરે હેત્વી ડઢાણીયા અને ત્રીજા નંબરે નેન્સી ભોરણીયા અને અશોક પરમાર રહ્યા છે. ઓડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે અવની વાઢેર, બીજા નંબરે ડો.ફેની સુચક અને ત્રીજા નંબરે નંદિની સોની રહ્યા છે. વીડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે સાક્ષી કોઠારી, બીજા નંબરે ભાવિકા પારેખ અને ત્રીજા નંબરે મિતેશ દવે રહ્યા છે.

વિજેતાઓ માટે ૨ હજારથી લઈ ૨૦ હજાર સુધીના રોકડ ઈનામો આપવાની જાહેરાત કરવામાં આવેલ જે અંતર્ગત આે પોલીસ અધીક્ષકની કચેરી ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમા તમામ વિજેતાઓને બોલાવામાં આવેલ આ કાર્યક્રમમાં પોલીસ અધીક્ષક, મોરબી રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધીક્ષક, મુખ્ય મથક, વી.બી.દલવાડી, તેમજ રિઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ. ચૌહાણ નાઓ હાજર રહેલ જેમાં તમામ વિજેતાઓને પોલીસ અધીક્ષક, મોરબીનાઓ દ્વારા પ્રમાણપત્ર તથા રોકડ રકમ ઇનામ સ્વરૂપે આપવામાં આવેલ.તથા હાજર રહેલ તમામ વિજેતાઓ સાથે ભવિષ્યમાં જન જાગૃતી માટે અન્ય શુ કાર્યક્રમો થય શકે તે બાબતે તમામના પ્રતીભાવો લેવામા આવેલ અને સંવાદ કરવામાં આવેલ.

Exit mobile version