Site icon ચક્રવાતNews

મોરબી જિલ્લાના આગેવાનો રાજકોટમાં NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણીની હાજરીમાં યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા

વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવેલા તેમજ NT-DNT સમુદાય ના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા હતા.

રાજકોટના રૈયાધાર વસાહતની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતમાં વસાહત ના રહીશોને પડતી મુશ્કિલોની રજુવાત કરવામાં આવી હતી તે બાબતે ભરતભાઈ પટણી એ મુલાકાતમાં બાદ વિકસતી જાતિ કલ્યાણ અધિકારી તથા મામલતદાર વિગેરેને સ્વચ્છ પાણી પૂરું પાડવા, ગટર લાઈન અંગેની વ્યવસ્થા કરવા, નિયમિત સફાઈ કામ કરવા તથા વિજળીની સુવિધાઓ અપૂરતી હોવાથી તાત્કાલિક અગ્રિમતાના ધોરણે વ્યવસ્થાઓ પુરી પાડવા માટે સૂચના કર્યા હતા, NT-DNT સમુદાય લોકોને પડતી મુશ્કિલો આવાસ માટે જમીન, શિક્ષણ માટે આંગણવાડી અને પ્રાથમિક શાળા આ વસાહતોમાં ચાલુ કરવા માટે તથા શાકભાજી વ્યવસાય કરતા લોકોને સ્થાયી જગ્યાએ બ્લોક ફાળવણી કરવા તથા મહાનગર પાલિકા ના દબાણ વિભાગ દ્વારા લારીઓ ઉપાડી જવાની બંધ કરવા માટે કમિશનરને સૂચના આપવા માટેનો હુકમ કરવા માટેની ચર્ચા કરવામાં આવેલ હતી.

મોરબી જીલ્લામાથી સુરેશભાઈ પી. શિરોહીયા પૂર્વ કાઉન્સિલર અને મંત્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો ,સુખદેવભાઈ દેલવાણીયા પ્રભારી- કચ્છ જીલ્લા યુવા ભાજપ , વસંતલાલ ડી.વ્યાસ. ઉપપ્રમુખ વ્યાસ પ્રગતિ મંડળ મોરબી. અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો, કોળી સમાજ આગેવાન અજયભાઈ વાધાણી, મોરબી કોળી સમાજ આગેવાન હાજર રહ્યા હતા.

Exit mobile version