Site icon ચક્રવાતNews

મોરબી જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા 4 ઓગસ્ટે અન્ડર-19 ક્રિકેટ ટીમનું સિલેક્શન થશે

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી 4 ઓગસ્ટને ગુરુવારના રોજ સવારે 10:00થી 12:30 કલાકે વર્ષ 2022-23ની અન્ડર-19 ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા 2022-23ની સીઝન માટે ગુરુવારે અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ ખાતે યોજવામાં આવ્યું છે. આ આયોજનમાં આવનાર ખેલાડી પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અથવા પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે. તેમજ શાળા અથવા કોલેજનું પ્રમાણપત્ર (ચાલુ વર્ષ, બર્થ સર્ટિફિકેટ અને ગત વર્ષની માર્કશીટ ડિજિટલ નકલ અને અંગ્રેજી ભાષમા) સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે આ સિલેકશનમાં માત્ર મોરબીના જ ખેલાડીઓ ભાગ લઇ શકશે. આ સિલેક્શનમાં આવરનાર દરેક ખેલાડીઓએ વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું રહેશે. તેમ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Exit mobile version