Site icon ચક્રવાતNews

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા શરદપુનમ રાસ ગરબા મહોત્સવનું આયોજન

ગોસ્વામી સમાજ નું ગૌરવ રીટા ગોસ્વામી ગ્રુપ રાસ ગરબા ની રમઝટ બોલાવશે

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત શરદપુનમ રાસ ગરબા મહોત્સવ ૨૦૨૪ નું આયોજન તા ૧૯ ૧૦ ને શનિવારે રાત્રે ૮ થી ૧૨ સાઈબાગ ગ્રાઉન્ડ ઉમા ટાઉનશીપ સામે મોરબી ૨ ખાતે રાખવામાં આવ્યું છે.

આ રાસ ગરબા મહોત્સવ માં મોરબી ગોસ્વામી સમાજ નું ગૌરવ એવા જાણીતા ભજનિક કલાકાર રીટા ગોસ્વામી ગ્રુપ ઓર્કેસ્ટ્રા ટિમ રાસ ગરબાની રમઝટ બોલાવશે આ રાસ ગરબા મહોત્સવ માં મોરબી સીટી તાલુકા ના ગામડાઓ માં રહેતા તમામ ગોસ્વામી સમાજ પરિવારો ને પધારવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે વધુ માં આ કાર્યક્રમ માં ટ્રેડીશનલ ડ્રેસ માં જે આવશે તેને ઇનામ આપવામાં આવશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી, બળદેવગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી, પ્રકાશગીરી સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Exit mobile version