Site icon ચક્રવાતNews

મોરબીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના

મોરબીમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકે સગીર છાત્રા સાથે જાતિય સતામણી કર્યાની ફરીયાદ નોંધાઈ 

મોરબીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે જેમ કે ગુરુ શિષ્યના સંબંધને લોકો આદર ભાવથી જોતા હોય છે જોકે મોરબીમાં આ ઘટનાને પગલે ગુરુ શિષ્યના સંબંધ ને પણ શંકાની નજરે જોવાય તેવી સ્થિતિ બની છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ એક ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકે સગીર છાત્રા સાથે જાતિય સતામણી કરી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઓરીએન્ટલ કલાસીસ ચલાવતા રવીન્દ્ર ત્રિવેદી નામના ખાનગી ટ્યુશન સંચાલક સામે તેની કલાસીસમાં અભ્યાસ કરવા આવતી સગીર વયની છાત્રા સાથે જાતીય સતામણી કરી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી હતી.સગીર ના પરિવારજનોએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ટ્યુશન સંચાલકને આ સગીરાના પરિવાર દ્વારા હુમલો કરી ઈજા પહોચાડવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ વ્યક્તિ પોતાના સમાજના વિવિધ સંગઠનોમાં હોદા ધરાવે છે.

Exit mobile version