Site icon ચક્રવાતNews

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પેરિત ઘડિયા લગ્નમાં દરજી સમાજના ઘડિયા લગ્ન યોજાયા 

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પેરિત ઘડિયા લગ્નમાં આજ રોજ દરજી સમાજના નવયુગલે પ્રભુતામાં પગલાં પાડયા હતા.

મોરબીથી શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા યથાવત રાખવા મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જેમાં ગઈકાલે દરજી સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ધીરજભાઈ ગોવિંદભાઇ ચૌહાણના સુપુત્ર ચિ.હાર્દિક ના શુભલગ્ન ધ્રોલના રહેવાસી જયસુખ ભાઈ સોલંકી ચિ.પૂજબેન સાથે યોજાયા હતા.

આ પ્રસંગે વોર્ડ નંબર 7 ના કાઉન્સિલર સીમા બેન અશોકભાઈ સોલંકી તેમજ મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી જે.પી જેસ્વાણી, રસ્મીનભાઇ દેસાઈ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવયુગલને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.

Exit mobile version