Site icon ચક્રવાતNews

મોરબીમાં યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો

 મોરબી: મોરબીમાં રૂપિયા આપવાની ના પાડતાં એક શખ્સે યુવકને ગાળો આપી છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ત્રણ આરોપીઓએ ગૌશાળા જઈ ગૌશાળાએ સાહેદને મળી કહેલ તારો મિત્ર વિરલ ક્યાં છે આજે તેને જાનથી મારી નાંખવો છે તેવી ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીનચોક રામજી પાણીની શેરીમાં રહેતા વિરલભાઈ જગદીશભાઇ મીરાણી (ઉ.વ.૩૨) એ આરોપી ઇરફાન સતારભાઈ રહે. જોન્સનગર લુક ફર્નિચર પાછળ મોરબી તથા સિકંદર મોવર રહે. વીશીપરા મોરબી તથા અજાણ્યો માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપી ઇરફાને તું કેમ મને રૂપિયા આપવની ના પાડે છે તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલી તેની પાસેની છરીથી મને ડાબા પગના સાથળના ભાગે છરી એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી ઇરફાન , સીંકદર તથા અજાણ્યો માણસે ગૌશાળા જઇ ગૌશાળાએ મારા મીત્રને મળી કહેલ કે તારો મીત્ર વિરલ કયાં છે આજે તેને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વિરલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version