મોરબી-૨: ઇન્દીરાનગરમાં ત્રણ પાનાનો જુગાર ખેલતા ચાર ઈસમો ઝડપાયા
Morbi chakravatnews
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર ખોડિયાર માઁ ના ચોક નજીક જાહેરમાં ગંજીપત્તાના પત્તા વડે નસીબ આધારિત પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં નવઘણભાઇ ભગુભાઇ લાકડીયા ઉવ.૩૨, જીતેન્દ્રભાઇ પ્રેમજીભાઇ અગેચાણીયા ઉવ.૪૦, માલદેવભાઇ દાદુભાઇ લાકડીયા ઉવ ૨૧ તથા રમેશભાઈ વેરશીભાઇ વિંજવાડીયા ઉવ.૪૫ તમામ રહે. મોરબી-૨ ઇન્દિરાનગર વાળાને રોકડા રૂ.૨,૫૨૦ સાથે ઝડપી લેઇ તમામ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.