વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આગામી તા ૧૪-૯ રવિવાર ભાદરવા વદ ૮ થી તા.૨૦-૯ શનીવાર ભાદરવ વદ ૧૪ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં વ્યાસાસને શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. રત્નેશ્વરીદેવીજી (ગુરૂ-ભાવેશ્વરી માતાજી,રામધન આશ્રમ,મોરબી) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન આવતા વિવિધ ઉત્સવોની ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવણી કરવામાં આવશે તેમજ દરરોજ બપોરે ફરાળ પ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદ યોજાશે. સપ્તાહ સવારે ૯ઃ૩૦ થી ૧૨ઃ૩૦ કલાક તેમજ બપોરે ૩ઃ૩૦ થી ૬ઃ૩૦ કલાક એમ દરરોજ બે ચરણમાં યોજાશે.