Site icon ચક્રવાતNews

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

સ્વ.અજાભાઈ નારણભાઈ જીવાણીને પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી

મોરબીના જીવાણી પરિવારના મોભી સ્વ. અજાભાઈ નારણભાઈ જીવાણી ના શ્રાધ્ધ નિમિતે ભાદરવા વદ અમાસ સર્વપિતૃ અમાસ ના દીવસે તેમના પરિવારજનો સુંદરજીભાઈ પ્રાગજીભાઈ જીવાણી, જયભાઈ, કૃણાલભાઈ, કુલદીપભાઈ, રોનકભાઈ સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.

આ તકે સદ્ગતના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા સહીતનાઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Exit mobile version