મોરબી જલારામ મંદિર ખાતે અન્નપૂર્ણા ભુવનનુ આવતીકાલે ખાતમુહૂર્ત
Morbi chakravatnews
મોરબી: મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત તા.૧૪-૪-૨૦૨૪ રવિવારના રોજ યોજાશે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિશાળ ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન ના નિર્માણ કાર્યનો શુભારંભ તા.૧૪-૪-૨૦૨૪ રવિવાર ના રોજ સવારે ૯-૩૦ કલાકે ખાતમૂહુર્ત દ્વારા થશે. તે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન સેન્ટ્રલી એ.સી, બે રૂમ, લીફ્ટ, જનરેટર સહીતની સુવિધાઓથી સુસજ્જ રહેશે. શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબીની સેવાનો વ્યાપ વિસ્તારવાના હેતુસર મોરબીના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા મુખ્ય દાતા તરીકે સહયોગ અર્પણ કરવામાં આવ્યો છે ત્યારે સુવિધાઓથી સુસજ્જ વિશાળ સેન્ટ્રલી એ.સી. ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવનનું ખાતમૂહુર્તમા હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારાવાળા) ના વરદ્ હસ્તે યોજાશે.